No image available
ગબ્બર અંબાજીથી ૫ કિ.મી. દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત છે. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. ગબ્બર ૯૯૯ પગથિયાંઓ ધરાવે છે અને રોપ-વે વડે પણ તેના પર જઈ શકાય છે. ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ગમની બાજુમાં આવેલું છે. આ સ્થળ પ્રાચીન અને પૌરાણિક ૫૧ શક્તિ પીઠોમાંનું એક છે.